Home> India
Advertisement
Prev
Next

BJP સાંસદનું વિવાદિત નિવેદન, 'શાહીન બાગવાળા તમારા ઘરમાં ઘૂસશે, બહેન-દીકરીઓના રેપ કરશે'

દિલ્હી વિધાનસભા ચૂંટણી ( Delhi Assembly elections 2020) ની તારીખ જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ નેતાઓનો વાણી વિલાસ પણ વધતો જઈ રહ્યો છે. નેતાઓ અન્ય મુદ્દાઓ છોડીને શાહીન બાદ તરફ વળતા જોવા મળે છે.

BJP સાંસદનું વિવાદિત નિવેદન, 'શાહીન બાગવાળા તમારા ઘરમાં ઘૂસશે, બહેન-દીકરીઓના રેપ કરશે'

નવી દિલ્હી: દિલ્હી વિધાનસભા ચૂંટણી ( Delhi Assembly elections 2020) ની તારીખ જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ નેતાઓનો વાણી વિલાસ પણ વધતો જઈ રહ્યો છે. નેતાઓ અન્ય મુદ્દાઓ છોડીને શાહીન બાદ તરફ વળતા જોવા મળે છે. ભારતીય જનતા પાર્ટી (BJP)ના સાંસદ પ્રવેશ વર્મા (Parvesh Verma) એ આવું જ એક વિવાદિત નિવેદન આપ્યું છે. તેમણે શાહીન બાગની સરખામણી કાશ્મીર સાથે કરી નાખી છે. 

fallbacks

ઉદ્ધવ સરકારના નાક નીચે મુંબઈમાં ઊભો થયો બીજો 'શાહીન બાગ'. JNUનો પૂર્વ વિદ્યાર્થી ખાલિદ પણ પહોંચ્યો

સમાચાર એજન્સી એએનઆઈ સાથે વાતચીતમાં પ્રવેશ વર્માએ કહ્યું કે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા કહે છે કે અમે શાહીન બાગ સાથે છીએ. પરંતુ દિલ્હીની જનતા જાણે છે કે આજથી થોડા વર્ષો પહેલા જે આગ કાશ્મીરમાં લાગી હતી, કાશ્મીરી પંડિતોની બહેન દીકરીઓ સાથે રેપ થયા હતાં. તે આગ ઉત્તર પ્રદેશ, કેરળ અને હૈદરાબાદમાં લાગતી રહી. આજે એ આગ દિલ્હીના એક ખૂણામાં લાગી છે. 

દેશ આશ્ચર્યમાં...શાહીન બાગના આ ગદ્દારોને કેમ સહન કરી રહ્યાં છે PM મોદી? આ રહ્યાં 6 મોટા કારણ

ભાજપના સાંસદે કહ્યું કે કાશ્મીરની એ આગ ગમે ત્યારે દિલ્હીવાળાના ઘરમાં પહોંચી શકે છે. પ્રવેશ વર્માએ કહ્યું કે લોકો તમારા ઘરમાં ઘૂસશે, તમારી બહેન બેટીઓને ઉઠાવશે, તેમના રેપ કરશે અને મારી નાખશે. તેમણે કહ્યું કે આજે સમય છે. કાલે મોદીજી બચાવવા નહીં આવે. 

જુઓ LIVE TV

તેમણે કહ્યું કે આજે જો દિલ્હીના લોકો જાગી જશે તો સારું રહેશે. તેમણે કહ્યું કે જ્યાં સુધી દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી છે ત્યાં સુધી તેઓ સુરક્ષિત છે. કોઈ બીજુ પીએમ બની ગયો તો દેશની જનતા પોતાની જાતને સુરક્ષિત મહેસૂસ નહીં કરી શકે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More